પોપર્સ(Poppers) એ રસાયણો છે જે કેટલીક વાર સેક્સ દરમિયાન વપરાય છે જેને એલ્કિલ નાઇટ્રાઇટ્સ(alkyl nitrities) કહેવામાં આવે છે. તે નાની બાટલીમાં પ્રવાહી તરીકે વેચાય છે જે બાટલી ખોલ્યા પછી ગેસ(જેવા રૂપ)માં ફેરવાય છે.
શ્વાસ દ્વારા લેવાતા પોપર્સ(Poppers) તમારી રક્ત વાહિનીઓને ખોલે છે, જે તમારા લોહિના દબાણ(બ્લડ પ્રેશર)ને ઘટાડે છે અને તમારા હાર્ટ રેટને ઝડપી બનાવે(હૃદયના ધબકારાને વધારે) છે. એનાથી તમે હળવાશ અનુભવો છો, તમારા શરીરનું તાપમાન ઝડપથી વધારે છે. આ અસરો થોડી સેકંડ અથવા થોડી મિનિટો સુધી ટકી શકે છે. પોપર્સ(Poppers)થી કેટલાક લોકો માથાનો દુખાવો અથવા સામાન્ય ચક્કર અનુભવી શકે છે.
મોટાભાગના દેશોમા પોપર્સ(Poppers)નો ઉપયોગ કરવો ગેરકાયદેસર નથી પરંતુ દારૂ ની જેમ, જો એનો ખોટી રીતે ઉપયોગ કરવામાઆવે તો તે સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. દરેક વ્યક્તિને પોપર્સ(Poppers)થી અલગ અલગ અનુભવ થાય છે અને જુદા જુદા પ્રકારના પોપર્સ(Poppers)થી તે જ વ્યક્તિને દરેક વખતે અલગ અલગ પ્રકારનો અનુભવ થઇ શકે છે . સાન ફ્રાન્સિસ્કો એઇડ્સ ફાઉન્ડેશન(San Francisco AIDS Foundation) ભલામણ કરે છે: "જો તમે પહેલા ક્યારેય પોપર્સ(Poppers)નો ઉપયોગ ન કર્યો હોય, તો પહેલા ખુબ જ થોડું પોપર્સ(Poppers) સૂંઘો અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધારો."
કારણ કે પોપર્સ(Poppers) તમારા લોહિના દબાણ(બ્લડ પ્રેશર)ને વધારે છે, તેનો બીજી વસ્તુઓ, જેમ કે ડૉક્ટર દ્વારા લખાયેલી દવાઓ, જોડેનો ઉપયોગ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે શિશ્નને ઉત્તેજિત કરવા માટેની દવાઓ લેતા હોય તો, પોપર્સ(Poppers) જોડે તેનો ઉપયોગ, તમારા લોહિના દબાણ(બ્લડ પ્રેશર)ને જોખમી સ્તર સુધી ઘટાડી શકે છે. પોપર્સ(Poppers) જોડે અન્ય ગેરકાયદેસર દવાઓ,જેવી કે એક્સ્ટસી(ecstasy), સ્પીડ(spped) અને મેથ(meth), નો ઉપયોગ તમારા હૃદય પર દબાણ વધારી શકે છે. જો પોપર્સ(Poppers)ની બોટલમાંથી પ્રવાહી નીકળી જાય તો તમે તમારા નાક અને મોંની આસપાસ સુપરફિસિયલ કેમિકલ બર્ન(રાસાયણિક રીતે દાઝી જવું) પણ મેળવી શકો છો.
પોપર્સ(Poppers) તમને, સેક્સ દરમિયાન, બેચેન, ઉત્સુક અને આતુર બનાવી શકે છે . સેક્સ પહેલા તમારા જાતીય સાથી જોડે તમે કાયા પોપર્સ(Poppers) કઈ રીતે લેવા માંગો છો, કયા પ્રકારનો સુરક્ષિત સેક્સ કરવા માંગો છો, તમારા એચ.આય.વી. અને જાતીય રોગોની સ્થિતિ અને કોન્ડોમના ઉપયોગવિષે વાતચીત કરો અને સંમતિ લઇ લો. અમે તમને ભલામણ કરીએ છીએ કે તમે તમારા ડૉક્ટર જોડે તમારા સ્વાસ્થ્ય, પોપર્સ અને અન્ય વસ્તુઓના ઉપયોગ વિષે ચર્ચા કરો.
પોપર્સ(Poppers) વિશે વધુ માહિતી અહીં મળી શકે છે.