ગુપ્તરોગ થયાની ખબર પાડવી એ બહુ લાગણીશીલ અનુભવ છે, આવા સમયે શારીરિક અને માનસિક રીતે તમારી જાતની કાળજી લેવી એ બહુ મહત્વ નું છે.
તમારી સંભાળ લેવાની એક રીત એ છે કે જે લોકો તમને ટેકો આપે છે તેની સાથે વાત કરો. જયારે તમે ગુપ્તરોગ ની સારવાર લેતા હોવ, એ દરમિયાન તમે તમારી સ્થિતિ, ગુપ્તરોગ વિષે, વિશ્વાસપાત્ર વ્યક્તિ જોડે વાત કરી શકો એ મહત્વનું છે કે જેથી તમે એકલતા ન અનુભવો.
જયારે તમે તમારા ગુપ્તરોગ ની સારવાર લઇ રહ્યા હોવ, એ દરમિયાન, તમારા જાતીય સાથીઓ, જેમની જોડે તમે ભૂતકાળમાં સેક્સ કર્યું હોય, એમને જણાવો કે એમને પણ ગુપ્તરોગનો ચેપ લાગી શક્યો હોય, આ માહિતી દ્વારા તમે એમને ગુપ્તરોગની તાપસ અને સારવાર લેવામાં મદદ કરી શકો છો
ઘણી રીતે તમે તમારા સાથીઓને જાણ કરી શકો કે તેમને ગુપ્તરોગની તાપસ અથવા સારવાર કરાવવાની જરૂર પડી શકે છે, જેમ કે કોલ અથવા મેસેજ કરવો, Grindr પર મેસેજ મોકલવો અથવા રૂબરૂમા મળી ને જાણ કરવી. અમુક વખતે તમને શરમજનક લાગે જયારે તમે એમને જણાવો કે તમને ગુપ્તરોગ થયો છે, એ સમયે તમે અસુરક્ષિત પણ અનુભવી શકો છો. આવા કિસ્સાઓમા, તમારા સાથી ને જાણ કરવા, તમે સ્થાનિક આરોગ્ય વિભાગ, દવાખાના, વિશ્વાસપાત્ર ડૉક્ટરની મદદ લઇ શકો. જો તમે યુ.એસ. હોવ તો TellYourPartner.org નો ઉપયોગ કરી શકો. તમારે નિર્ણય લેવાનો છે કે તમે કઈ રીતે તમારા સાથીને જાણ કરશો .