જાતીય રોગો એ સામાન્ય ચેપ છે જે મોટાભાગના જાતીય-સક્રિય લોકોને તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત અસર કરે છે. કેટલીકવાર તમે અથવા તમારા સાથીને કોઈ લક્ષણો દેખાયા વગર પણ જાતીય રોગનો ચેપ લાગી શક્યો હોવાની શક્યતા છે. તમે કેવું અનુભવો છે એનાથી હંમેશા એમ નહિ કસી શકાય કે તમને જાતીય રોગ થયો છે. જો કે, જો તમને કોઈ જાતીય રોગોના લક્ષણો દેખાય છે, જેમ કે તમારા જનનાંગો પર ચાંદાઓ અથવા નાની ગાંઠ, અસામાન્ય સ્રાવ(જનનાંગો માંથી પ્રવાહી), ખંજવાળ અને પેશાબ કરતી વખતે દુખાવો, તો તમારે જાતીય રોગની તાપસ કરાવવી જોઈએ.
નિયમિત રીતે તાપસ કરાવવી એ તમને જાતીય રોગ થયો છે કે નહીં એ જાણવાની એક અસરકારક રીત છે કે . જાતીય રોગોની તપાસ લાગણીશીલ અને ડરામણો અનુભવ હોઈ શકે છે. જાતીય રોગોની સારવાર ન લેવાથી લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે અને તમારા જાતીય સાથીને તમારા દ્વારા જાતીય રોગનો ચેપ લાગી શકે છે.
જાતીય રોગો સામાન્ય હોવા છતાં, કેટલીકવાર સકારત્મક પરિણામ (એટલે કે તમને જાતીય રોગ થયો છે) લાગણીશીલ અને ડરામણો. મોટાભાગના જાતીય રોગોની સારવાર આશરે એક કે બે અઠવાડિયામાં દવાથી કરવામાં આવે છે. અન્ય રોગો જેવાકે
એચ.આઈ.વી.(HIV) ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમાં રાખવા માટે અને તમારા સાથીને ચેપ ન લાગી શકે એ માટે લાંબા ગાળાની સારવારની જરૂર પડી શકે છે. તમારા ડોક્ટરને જાતીય રોગોની તપાસ માટે કઈ રીતે પૂછવું એની માહિતી અહીં ઉપલબ્ધ છે.
તમે તમારી જાતીય રોગની તપાસ નુ પરિણામ અને સારવાર મેળવો પછી ખાતરી રાખીને તમારા કોઈ પણ જાતીય સાથીને તમે છેલ્લે ક્યારે જાતીય રોગની તપાસ કરાવી હતી તેની જાણ કરો, અને સલામત સેક્સ કરવા વિશેની ચર્ચા ચાલુ રાખો
જાતીય રોગની તપાસ કરાવતી વખતે શું અપેક્ષા રાખવી એની માહિતી અહીં ઉપલબ્ધ છે