સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન(સેક્સ દ્વારા લાગતો ચેપ), જેને કેટલીકવાર એસટીડી(STD) અથવા એસટીઆઈ(STI) તરીકે ઓળખવામાં આવે છે, તે સેક્સ દરમિયાન લાગતા ચેપ છે. તમે સંભોગ કેવી રીતે કરી રહ્યાં છો તેના આધારે તમને અલગ અલગ પ્રકારના જાતીય રોગોનો ચેપ લાગી શકે છે.
બધા જાતીય રોગો એક જ રીતે ફેલાતા નથી. કેટલાક જાતીય રોગો, જેમ કે ગોનોરિયા અને ક્લેમીડીઆ, શારીરિક પ્રવાહી જેમ કે વીર્ય, ગુદા અને યોનિમાર્ગ પ્રવાહી દ્વારા ફેલાય છે. અન્ય જાતીય રોગો, જેમ કે સિફિલિસ અથવા હર્પીઝ, ત્વચાથી ત્વચાના સંપર્કથી પસાર થાય છે.
કેટલીકવાર તમે અથવા તમારા જાતીય સાથીને કોઈ લક્ષણો દેખાયા વગર પણ જાતીય રોગનો ચેપ લાગી શક્યો હોવાની શક્યતા છે. કોઈને ફક્ત જોવાથીજ તેમને જાતીય રોગ થયો છે કે નઈ એ કહી શકાતું નથી. ઉત્તમ રસ્તો એ છે કે તમે તમારા જાતીય સાથી જોડે છેલ્લે તમે જાતીય રોગની તાપસ કરાવી હોય અથવા તમે બને સાથે તાપસ કરવા જવા વિશેની ચર્ચા કરો.
યાદ રાખો: જાતીય રોગનો ચેપ તમને બેદરકાર વ્યક્તિ બનાવતો નથી. મોટાભાગના લોકોના જીવનના કોઈક તબક્કે જાતીય રોગ થયો હોય છે અને મોટાભાગના લક્ષણોની સારવાર કરાવવી સરળ છે. રોજિતામુજબ તપાસ કરાવીને, અને જાતીય રોગનો ચેપને કેવી રીતે અટકાવવું તે સમજીને, તમે તમારું જોખમ ઘટાડી શકો છો.
જાતીય રોગો માટેની માહિતી માટે આ લિન્કની ની મુલાકાત લો. (લિંક ની માહિતી અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં છે)