ઘણા કારણોથી તમારે સેક્સ રમકડાં, લ્યુબ અથવા અવરોધ પદ્ધતિ(જેમા સ્ત્રીને ગર્ભવતી થતા રોકવા માટે વીર્ય અને સ્ત્રીની યોનિના ઈંડા વચ્ચે સ્થૂળ અવરોધ પેદા કરવામા આવે છે, દાખલ તરીકે ડાયાફ્રેમ, પુરુષ માટેના કોન્ડોમ અને સ્ત્રી માટેના કોન્ડોમ) નો વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે. કદાચ તમને આ વસ્તુઓ સહેલાયથી ઉપલબ્ધ ના પણ હોય, તમે તમારા પરિવાર સાથે રહેતા હોવ અથવા એવા ક્ષેત્રમાં રહેતા હોવ જ્યાં અમુક જાતીય રમકડાંના ઉપયોગથી લોકોને તમારા જાતીય અભિગમ (સમલૈંગિક - ગે અથવા લેસ્બિયન)ની ખબર પડી જાય, અથવા તમે ટ્રાંસ હોવ અને તમારા શરીર અને સેક્સના અલગ પ્રકારના કારણસર અવરોધ પદ્ધતિઓ શોધવા માટે અસમર્થ છો
તમારી પરિસ્થિતિ ગમે તે હોય, હંમેશા વસ્તુ જેના માટે બની હોય એના માટેજ ઉપયોગ કરો — શિશ્ન રિંગ એ ખાલી શિશ્ન માટે જ બની છે અને તેનો બીજી કોઈ રીતે ઉપયોગ ના કરો, અને સૌથી અસરકારક અવરોધ પદ્ધતિ કોન્ડોમનો ઉપયોગ છે.
સેક્સ માટેના રમકડા (સેક્સ ટોય) ના વિકલ્પો કયા છે ?
ઘરે સેક્સ માટેના રમકડા શોધવાની ઘણી સંભાવનાઓ છે. તમે ડિલ્ડો(કૃત્રિમ શિશ્ન), શિશ્ન રિંગ, અથવા ઇમ્પેક્ટ પ્લે માટેની સામગ્રીની શોધમાં હોવ તો, જ્યારે તમે તેમના હેતુવાળા હેતુની બહારની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે નુકસાનને ઘટાડવાની રીતો વિશે જાગૃત હોવું મહત્વપૂર્ણ છે.
જો તમે ઘરેલુ વસ્તુઓ ડિલ્ડો(કૃત્રિમ શિશ્ન) તરીકે વાપરી રહ્યા હોવ, તો ચેપ અટકાવવા માટે આ વસ્તુઓ પર કોન્ડોમ નો ઉપયોગ કરવાની ખાતરી રાખો. કાંસકાનો હાથો અને શાકભાજી(દાખલ તરીકે કાકડી) લોકપ્રિય અને ઉપલબ્ધ વિકલ્પો છે. બધા શાકભાજીની સપાટી સીધી નથી હોતી, તેથી તેઓ કોન્ડોમમાં નાના ચીરા અથવા કાણા પાડી શકે છે જેનાથી બેક્ટેરીયાનો ચેપ લાગી શકે છે. કોઈપણ ડિલ્ડો(કૃત્રિમ શિશ્ન) જે તમે ગુદામાં દાખલ કરો છો, ધ્યાન રાખો કે તેની સપાટી સીધી એન્ડ લીસી હોય જેથી એ તમારા ગુદામા ફસાય ના જાય.
ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો હાથો અથવા તમારા ફોનનો તમે વાઇબ્રેટર તરીકે ઉપયોગ કરી શકો છો. તે વસ્તુઓ વોટરપ્રૂફ છે કે કેમ તે જાણવું મહત્વપૂર્ણ છે. હંમેશાં આ ઉપકરણો સાથે કોન્ડોમનો ઉપયોગ કરો અને ફક્ત તમારા શરીરની બહારના વિસ્તારોને ઉત્તેજીત કરવા માટે તેનો ઉપયોગ કરો.
કોક રિંગ્સ(શિશ્ન રિંગ) તમારી પાસે ઉપલબ્ધ વસ્તુઓમાંથી પણ બનાવી શકાય છે. તમે ઇન્સર્વેટિવ કોન્ડોમ (પુરુષ માટેના કોન્ડોમ, જે રબરના બનેલા અને શિશ્નના આકારમા હોય છે )માંથી પ્લાસ્ટિકની રીંગ કાઢીને તેનો શિશ્ન રિંગ તરીકે ઉપયોગ કરી શકો છો. શિશ્ન રિંગ ફક્ત ટૂંકા ગાળા માટે પહેરવામાં આવવી જોઈએ અને સહેજે વાળી શકાય એવી સામગ્રીથી બનેલી હોવી જોઈએ કે જેથી તમે જયારે ઉત્તેજિતતા અનુભવો ત્યારે પણ તમે એને સરળતાથી કાઢી શકો છો. જો તમને અગવડતા લાગે અથવા ઉઝરડા લાગે, તો તરત જ શિશ્ન રિંગ ઉતારો. જો તમે તેને દૂર કરવામાં સમર્થ નથી, તો તરત જ તબીબી સહાય મેળવો.
ઓશીકું અને મોજા જેવા વસ્તુઓનો ઉપયોગ હસ્તમૈથુન સ્લીવ્સ(કપડાની બાંય જેવો ભાગ) તરીકે થઈ શકે છે, કપડાં પિનનો ઉપયોગ નિપ્પલ ક્લેમ્પ્સ(સ્તનની ક્લિપ) તરીકે થઈ શકે છે, અને બેલ્ટ અથવા લાકડાના ચમચીનો ઉપયોગ બોન્ડેજ પ્લે માટે થઈ શકે છે. બધા સેક્સ માટેના રમકડા (સેક્સ ટોય) વિકલ્પોની જેમ, કોઈપણ સંભવિત જોખમોથી વાકેફ રહો અને તેને ઘટાડવા માટેની કાળજી લો .
સેક્સ માટેના રમકડા (સેક્સ ટોય)ના વિકલ્પો: તમારી અંદર (ગુદા અથવા શિશ્નમા) કોઈ પણ જાતની ચીન્ધરી અથવા ઇલેક્ટ્રિક વસ્તુ દાખલ ન કરો; તમામ વસ્તુઓ પર કોન્ડોમનો ઉપયોગ કરો; અને એવી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં કે જે તમારી અંદર સરળતાથી તૂટી શકે.
લ્યુબ(સામાન્ય રીતે ગુદા મૈથુન માટે વપરાતું તેલ જેવું પ્રવાહી )ના વિકલ્પો કયા છે?
લ્યુબ એ સેક્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે આરામમાં વધારો કરે છે અને જાતીય રોગોના સંક્રમણનું જોખમ ઘટાડે છે. જો તમારી પાસે લ્યુબ ઉપલબ્ધ નથી, તો તેના ઘણા બધા વિકલ્પો છે. લ્યુબની જગ્યાએ મોની લાળ (થૂંક) અને રોજિંદા વપરાશની વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે — લ્યુબના વિકલ્પોની સૂચિ Refinery29 પર ઉપલબ્ધ છે .
જો તમે જાતીય રોગો અથવા ગર્ભાવસ્થાને રોકવા માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હોવ તો, તો તમારા લ્યુબના વિકલ્પમાં કોઈ તેલ હોવું જોઈએ નહીં. તેલ કોન્ડોમને તોડી અને બિનઅસરકારક બનાવી શકે છે.
લ્યુબ અને લ્યુબ વિકલ્પો પર વધુ માહિતી માટે, Center for Secual Pleasure & Health's Guide ની મુલાકાત લો .
અવરોધ પદ્ધતિના વિકલ્પો
અવરોધ પદ્ધતિઓ માટેના વિકલ્પો શોધવા, જેમ કે કોન્ડોમ અથવા ડેન્ટલ ડેમ, મુશ્કેલ છે. જ્યારે તમારી પાસે કોન્ડોમ અથવા ડેન્ટલ ડેમ(મોં માટેના કોન્ડોમ) ન હોય ત્યારે તમારે તમારી જાતે અવરોધ પદ્ધતિઓ બનાવના ઘણા ઓછા રસ્તાઓ છે.
સેક્સ માટે પ્લાસ્ટિકની બેગનો કોન્ડોમ તરીકે ઉપયોગ ન થવો જોઈએ. કોન્ડોમનો ઉદ્દેશ જાતીય પ્રવાહી(દાખલ તરીકે વીર્ય)ને અંદર રાખવાનો છે. જાતીય રોગો અથવા ગર્ભાવસ્થાને રોકવા માટે પ્લાસ્ટિકની બેગમાંથી કોન્ડોમ બનાવવાનો પ્રયાસ કરવો અસરકારક વિકલ્પ નથી.
મુખ મૈથુન કરતી વખતે ગુદા અથવા યોનિને આવરી લેવા ડેન્ટલ ડેમ(મોં માટેના કોન્ડોમ) બનાવવા માટે કોન્ડોમ, રબરમુક્ત મોજા અથવા નોન-માઇક્રોવેવબલ (માઇક્રોવેવમા ન વાપરી શકાય એવા) પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકની બેગ વાપરતી વખતે એ ધ્યાન રાખો કે તે ગાળામા અટકી ન જાય.
આ બધી વસ્તુઓનો ઉપયોગ કોન્ડોમના વિકલ્પ તરીકે થવો ન જોઈએ અને જાતીય રોગો અથવા ગર્ભાવસ્થાને રોકવા માટે આ બધા વિકલ્પો પર આધાર ન રાખો અને કોન્ડોમનો જ ઉપયોગ કરો.
જો તમને સેક્સ માટેના રમકડા (સેક્સ ટોય), લ્યુબ અથવા અવરોધ પદ્ધતિઓનાં વિકલ્પો વિશે પ્રશ્નો હોય, તો તમે અહીં પ્લાન્ડ પેરેન્ટહૂડ (Planned Parenthood) આરોગ્ય શિક્ષણકારો સાથે ચેટ કરી શકો છો.