સંમતિ એટલે તમે એક બીજા જોડે કેવી રીતે વર્તી શકો, કયા પ્રકારનો વ્યહવાર યોગ્ય છે . આપણે આપણા રોજિંદા જીવનમાં સંમતિનો અભ્યાસ કરી શકીએ, જેમ કે - આપણે, ઓફિસે માં નવી વ્યક્તિને પૂછીએ કે તમે એમને ગળે લગાવી શકો, અથવા કોઈને ગ્રાઇંડર (Grindr) પર મળીએ તો એક બીજા જોડે સેક્સ માં શું કરવા માંગીએ છીએ એના વિષે ચર્ચા કરીએ.
જ્યારે જાતીય સંબંધોની વાત આવે છે, ત્યારે સંમતિ સુનિશ્ચિત કરે છે કે દરેકને નુકસાન પહોંચાડ્યા વિના જેની ઇચ્છા છે તે મળે. સંમતિ એ નિખાલસ વાતચીત અને વ્યવહાર વિશે છે, અને તે બે રીતે થાય છે: સંમતિ મેળવવી અને સંમતિ આપવી.
સંમતિ મેળવવી એટલે તમારા સાથી પાસેથી સ્પષ્ટ, ઉત્સાહી સંમતિ મેળવી કે જેથી તેઓ સલામત અનુભવે, ખાતરી આપે અને આનંદ માણી શકે. સંમતિ ઘણી રીતે મેળવી શકાય છે, જેમ કે - પ્રશ્નો પૂછવા ("શું હું તમારો શર્ટ ઉતારી શકું છું ...") અને સૂચનો કરવા - ("હું તમને ચુંબન કરવા માંગુ છું, તે બરાબર હશે?"). તમારા સાથી સાથે તપાસ કરી અને તેમની સંમતિ મેળવવી એ સુનિશ્ચિત કરશે કે તમે એકબીજાની સીમાઓ, લાગણીઓને જાણો છો અને તેનો આદર કરો છો.
સંમતિ પૂરી પાડવાનો અર્થ એ છે કે તમારા સાથીને જણાવવું કે તમે આનંદ અનુભવી રહ્યા છો અને જે કંઈ થઈ રહ્યું છે તેનાથી બરાબર છો. સંમતિ પુરી પાડવા તમે શબ્દો નો ઉપયોગ કરી શકો, જેમ કે, “હા” કેહવું, અને સંકેતો આપવા, જેમ કે માથું હલાવીને "હા" પાડવી, જેનાથી તમારો સાથી સમજી શકે કે તમે આનંદ અનુભવી રહ્યા છો.
હંમેશા યાદ રાખો કે તમે, તમને ગમે તે સમયે તમારી સંમતિ પછી લઇ શકો છો. શું તમે ક્યારેય કોઈને ગ્રાઇન્ડર (Grindr) પર કંઇક કહ્યું હોય અને જ્યારે તમે એ વ્યક્તિને રૂબરૂમાં મળો ત્યારે કંઈક અલગ જ લાગે? તમે કોઈપણ સમયે શું કરવા માંગો છો તે વિશે તમે તમારો વિચાર બદલી શકો છો. જયારે તમે ગ્રાઇન્ડર (Grindr) પર કોઈ વસ્તુ માટે સંમતિ આપી હોય , તેનો અર્થ એ નથી કે જ્યારે તમે મળો ત્યારે તમારે તે વસ્તુ ફરજીયાત કરવી પડે. એ મહત્વનું છે કે જે પણ તમે કરી રહ્યા હોય તેનાથી તમે અને તમારો જાતીય સાથી બંને આદર અનુભવે અને આનંદ મણિ શકે
સંમતિ વિશે વધુ જાણવા માટે Planned Parenthood(પ્લાન્ડ પેરેન્ટહૂડ) નો આ વિડિઓ જુઓ. સંમતિ માટે કઈ રીતે વાતચીત કરવી એ માટેના ઉદાહરણો જાણવા માટે, Teen Vogue (ટીન વોગ) ની આ યાદી જુઓ.