જો તમે જાતીય રીતે સક્રિય હોવ એટલે કે નિયમિત રીતે સેક્સ કરતા હોવ તો, નિયમિત એચ.આય.વી. ની તપાસજ એકમાત્ર રસ્તો છે જેનાથી તમે નિશ્ચિતરૂપે જાણી શકો કે તમને એચ.આય.વી. નો ચેપ લાગ્યો છે કે નહિ. જો કે, ઘણીવાર એચ.આય.વી. ની તપાસ માટે ક્લિનિકમાં જવું શક્ય નથી હોતુ, અને કદાચ તમે તમારી ગોપનીયતા અથવા સલામતી વિશે ચિંતિત હોઈ શકો.
કેટલાક સ્થળોએ, એચ.આઈ.વી. સ્વ-પરીક્ષણ કીટ ની તાપસ કરવા માટેની જરૂરી વસ્તુઓ) પ્રાપ્ત કરવાનું શક્ય છે જે તમે ઘરેથીજ જાતે પૂર્ણ કરી શકો. સ્વ-પરીક્ષણ કીટ એચ.આય.વી. ની ક્લિનિકમા કરાયેલી તાપસ જેટલી સચોટ નથી, પરંતુ જાતે કરેલી તાપસ એ કોઈ પણ રીતેના કરેલી તાપસ કરતા લાભકારક છે . જો કોઈ કારણોસર તમે દવાખાના અથવા ડૉક્ટર પાસેથી એચ.આય.વી.ની તાપસ ના કરાવી સકતા હોવ તો, સ્વ-પરીક્ષણ કીટ શ્રેષ્ઠ ઉપલબ્ધ વિકલ્પ છે.
મોટાભાગનાં ઘરેલું એચ.આય.વી. તપાસમા એચ.આય.વી.ને સચોટ રીતે શોધવા માટે ૨૩ થી ૯૦ દિવસનો સમય લાગે છે. આ સમય દરમિયાન, એ શક્ય છે કે ઘરેલુ તપાસનુ પરિણામ એચ.આય.વી.-નેગેટિવે (HIV-negative) બતાવે પણ હકીકતમા તમને એચ.આય.વી.નો ચેપ લાગયો હોય. તમારા એચ.આય.વી.ના ચેપનુ સાચુ પરિણામ જાણવા માટે આ સમયગાળા દરમિયાન અને તે પછી પાછી તાપસ કરાવવી મહત્વપૂર્ણ છે. ઘરેલુ તપાસ ની સાથે આવેલી સામગ્રી તમને સમયમર્યાદા કહેશે જે દરમિયાન એચ.આય.વી. એન્ટિબોડીઝ (બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારાં લોહીમાંના તત્વો) શોધી શકાય છે. જો તમને લાગે કે છેલ્લા 72 કલાકમાં તમને એચ.આય.વી.નો ચેપ લાગી શક્યો હોય તો જેમ બને તેમ જલ્દી, post-exposure prophylaxis (પોસ્ટ-એક્સપૉસુર પ્રોફઇલેક્સિસ), માટે ડૉક્ટરનો સંપર્ક કરો
હાલમાં ઘરે એચ.આય.વી.ની તપાસ કરવાની બે રીતો છે. પહેલી રીત એક પરીક્ષણ કીટ છે જેમા મોં માથો લાળના નમૂનાનો ઉપયોગ કરીને તાત્કાલિક પરિણામ જાણી શકો છો. બીજી રીતમાં ઘરે લોહીના નમૂના લઇ તેને તપાસ માટે લેબમાં મોકલી શકો છો. આ પરીક્ષણો વિશે વધુ વિશિષ્ટ માહિતી Building Healthy Online Communities દ્વારા અહીં ઉપલબ્ધ છે.
જો તમારી ઘરેલુ એચ.આય.વી.ની તપાસ નુ પરિણામ પોઝિટિવ આવે, તો વિગતવાર, ઉચિત તપાસ માટે તમારા ડૉક્ટર નો સંપર્ક કરો. કેટલીકવાર, એચ.આય.વી.ની તપાસ false-positive (ખોટી હકારાત્મક) પરિણામ આપી શકે છે(એટલે કે તમને એચ.આય.વી.નો ચેપ ન લાગ્યો હોય પણ તપાસનુ પરિણામ જણાવે કે તમને એચ.આય.વી.નો ચેપ લાગ્યો છે), તેથી તમારા ડૉક્ટર પાસે ફરીથી તમારી તપાસ કરાવવી હંમેશાં શ્રેષ્ઠ છે. જો ડૉક્ટર દ્વારા કરાયેલી તપાસ પણ જણાવે કે તમે એચ.આઈ.વી. -પોઝિટિવ (HIV-positive) છોતમારા ડૉક્ટર તમારી સારવાર ચાલુ કરી દેશે અને જો જરૂર પડે તો તમને બીજી સહાયતા મેળવવા મા પણ મદદ કરશે. જો ડૉક્ટર દ્વારા કરાયેલી તપાસ જણાવે કે તમે એચ.આય.વી.-નેગેટિવે (HIV-negative)છો , તો તમારી સ્થિતિ જાણવા માટે નિયમિત એચ.આય.વી.(HIV) ની તપાસ કરાવવાનું ધ્યાન રાખો. તમે તમારા ડૉક્ટર સાથે પ્રેપ(PrEP), દૈનિક ગોળી જે એચ.આય.વી.ને રોકવામા મદદ કરે છે, શરુ કરવા વિષે વાત કરી શકો છો
હાલમાં, યુરોપ અને યુ.એસ. માં ઘરેલુ તપાસ માટેની કિટ સરળતાથી મળી રહે છે, તમારા માટે એચ.આય.વી.ના ઘરેલુ તપાસ માટેની કિટ કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે વિષે અહીં જાણી શકો છો. જો તમારા માટે એચ.આય.વી.ના ઘરેલુ તપાસ માટેની કિટનો ઉપયોગ કરવો તમારા માટે યોગ્ય/શક્ય નથી, તો તમારી નજીકના એચ.આય.વી. તપાસ કેન્દ્રની માહિતી અહીં શોધી શકો છો.