જાતીય રોગોના ચેપને રોકવા માટેનું પ્રથમ પગલું એ સમજવું છે કે જાતીય રોગોનો ચેપ જુદી જુદી રીતે લાગી શકે છે. તમે તે વિશે વધુ અહીં વાંચી શકો છો.
વીર્ય, યોનિમાર્ગ અને ગુદા પ્રવાહી જેવા શરીરના પ્રવાહી દ્વારા પસાર થતા જાતીય રોગોના સંક્રમણને રોકવા માટે કોન્ડોમ અને ડેન્ટલ ડેમ્સ અસરકારક માર્ગ છે. આમાં ક્લેમીડીઆ અને ગોનોરિયા શામેલ હોઈ શકે છે. કોન્ડોમ અને ડેન્ટલ ડેમ્સ(મોં માટેના કોન્ડોમ)નો ઉપયોગ ત્વચા દ્વારા પસાર થતા જાતીય રોગોને રોકી શકે છે, જેમા મોં દ્વારા લગતા જાતીય રોગો પણ શામેલ છે જે ગુદા દ્વારને ચાટવાથી લાગી શકે છે.
જો તમે કોન્ડોમનો ઉપયોગ ન કરતા હોવે તો, તો લ્યુબનો ઉપયોગ તમારી ત્વચામાં નાના ચીરા પડવાનું જોખમ ઘટાડે છે જે જાતીય રોગો થવાની સંભાવનાને વધારે છે. જો તમારી પાસે લ્યુબ અથવા કોન્ડોમ ઉપલબ્ધ નથી, તેના વિકલ્પ વિશેની માહિતિ અહીં શોધી શકો છો . કેટલાક જાતીય રોગો, જેમ કે હેપેટાઇટિસ એ અને એચપીવી, રસીકરણ દ્વારા ચેપ લાગ્યા પહેલાજ રોકી શકાય છે. તમે ક્યાં અને કેવી રીતે રસી મેળવી શકો છો તેની માહિતિ અહીં શોધી શકો છો.
જો તમે એચ.આય.વી નેગેટિવ (HIV-negative) છો, તો એચ.આય.વી.ને રોકવા માટે નવી રીતો ઉપલબ્ધ છે. પ્રેપ(PrEP) એ દૈનિક ગોળી છે જે તમે સેક્સ કરતા પહેલા લઈ શકો છો જે એચ.આય.વી.ના ચેપને અટકાવે છે. જો તમને લાગે કે તમે પહેલેથી જ એચ.આય.વી.ના સંપર્કમાં આવ્યાં છો, તો તમે એચ.આય.વી.ને રોકવા માટે, સંપર્કમાં આવ્યાના ૭૨ કલાકના સમયગાળા દરમિયાન પીઇપી(PEP) પણ લઈ શકો છો. પ્રેપ(PrEP) અને પીઇપી(PEP) ફક્ત એચ.આય.વી.ને અટકાવે છે,પરંતુ અન્ય જાતીય રોગોને અટકાવતા નથી
તમે જે પણ રીતે સેક્સ કરતા હોવ, હંમેશા દર 3 થી ૬ મહિને જાતીય રોગોની તાપસ, તમારી જાતીય રોગોની સ્થિતિ વિષે વાકેફ રહેવામાં મદદ કરે છે. તમે જાતીય રૉંર્ગોની તપાસ કયાં કરાવી શકો તેની માહિતી અહીં શોધી શકો છો.