ગર્ભાવસ્થાને કોન્ડોમનો ઉપયોગ, ગોળી લેવી અને લાંબા સમયથી ચાલતી અન્ય નિવારણ પદ્ધતિઓ સહિત ઘણી જુદી જુદી રીતોથી રોકી શકાય છે. કેટલાક ટ્રાંસ લોકો માટે, સગર્ભાવસ્થા વિશે વિચારવું એ આપણા શરીર વિશે તે રીતે યાદ અપાવે છે કે જે હંમેશાં આરામદાયક ન હોય, પરંતુ જો તમે સગર્ભા હોવાની સંભાવના હોય તો તમારા માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.
ગર્ભાવસ્થા ની તાપસ, જીવનસાથી સાથે ગર્ભાવસ્થા વિશે વાત કરવી, અથવા જન્મ નિયંત્રણ શરૂ કરવું તે ઘણા કારણોસર મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ આમ કરવાથી તમે તમારા જાતીય સ્વાસ્થ્યને નિયંત્રણમાં લઈ શકો છો.
જો તમે હોર્મોન્સ લઈ રહ્યા છો, તો જન્મ નિયંત્રણ માટે ટેસ્ટોસ્ટેરોન અથવા એસ્ટ્રોજન પર આધાર રાખવો અસરકારક નથી. જો તમને ચિંતા છે કે જન્મ નિયંત્રણ તમારી હોર્મોન ઉપચારમાં દખલ કરશે, તો Planned Parenthoodની સૂચિ તપાસો જેમાં હોર્મોન મુક્ત વિકલ્પો શામેલ છે. જ્યારે શંકા હોય ત્યારે, ડૉક્ટર સાથે વાત કરો જે તમને કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ હશે તે વિશે માર્ગદર્શન આપશે.
સલામત સેક્સ કરવા માટેની માહિતી માટે, Safe Sex for Trans Bodies ની મુલાકાત લો. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)