ટ્રુવાડા (Truvada), ડેસ્કોવિ(Descovy), ટેનવીર ઇએમ (TENVIR EM) અથવા અન્ય સામાન્ય દવાઓ જેમ કે ટીડીએફ (TDF) / એફટીસી (FTC), એચ.આઈ.વી.-પોઝિટિવ (HIV-positive) (એચ.આઈ.વી. સંક્રમિત) લોકોમાં વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ જો એચ.આઈ.વી.-નેગેટિવ (HIV-negative) લોકો જો વાયરસ ના સંપર્કમાં આવી જાય તો, તેઓ પણ આ દવાઓ નો ઉપયોગ કરી શકે છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ પેરુ, ફ્રાંસ, દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઇઝરાઇલ અને કેનેડાની સમાન સરકારી સંસ્થાઓની જેમ ટ્રુવાડા (Tuvada) અને ડેસ્કોવિ (Descovy) ને પ્રેપ(PReP) તરીકે સ્વીકારે છે. કેટલાક દેશોમાં સામાન્ય પ્રેપ(PReP) ના અન્ય સ્વરૂપોને મંજૂરી આપવામાં આવી છે.
બીજા દેશો જેવા કે થાઇલેન્ડ અને બ્રાઝિલમાં, કેટલાક લોકો તબીબી પરીક્ષણ દ્વારા પ્રેપ(PrEP) મેળવી શકે છે. અને બીજા ઘણા સ્થળોએ, કાર્યકરો પ્રેપ(PrEP)ની માંગ કરી રહ્યા છે પરંતુ તેમને હાજી સુધી સફળતા મળી નથી .
અલગ અલગ દેશ વિષે માહિતી માટે પ્રેપ વૉચ (PrEP Watch) નો આ વિડિઓ જુઓ.