એચ.આઈ.વી. ના રોગચાળો સામેની લડતમાં પ્રેપ(PrEP) એ એક નવીનતમ અને અસરકારક સાધન છે. તે એક એવી દવા છે જે સતત લેવામાં આવે તો એચ.આય.વી નો ચેપ અટકાવવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. PrEP અન્ય જાતીય રોગોના ચેપ ને અટકાવતું નથી.
હમણાં ભારતમાં એચ.આય.વી(HIV) ને રોકવા માટેની એકમાત્ર ગોળીને ટેનવીર ઇએમ (TENVIR EM) અથવા ટીડીએફ(TDF) / એફટીસી(FTC) કહેવામાં આવે છે, જે દરરોજ મોં દ્વારા લેવામાં આવે છે. ટેનવીર ઇએમ (TENVIR EM) અને ટીડીએફ(DTF) / એફટીસી(FTC) જેવી અન્ય દવાઓ જેને ટ્રુવાડા (Truvada) અને ડેસ્કોવિ (Descovy) હાલમાં ફક્ત કેટલાક દેશોમાં એચ.આઈ.વી.-નેગેટિવ (HIV-negative) લોકો માટે માન્ય છે, પરંતુ ટૂંક સમયમાં આ દવાઓ બીજા ઘણા દેશોમાં ઉપલબ્ધ થશે .
વધુ માહિતી માટે Greater Than AIDS(ગ્રેટર ધેન એડ્સ)નો ૯૧ મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)