આ પ્રશ્નનો જવાબ તમારા જાતિય સંબંધો પર આધાર રાખે છે. ડૉક્ટર સામાન્ય રીતે એચ.આઈ.વી. ની તપાસ કરશે, સિફિલિસ માટે લોહીની તપાસ કરશે અને જનનાંગના ગુપ્તરોગ માટે પેશાબની તપાસ કરશે. જો તમે મુખ મૈથુન કરતા હોવ તો, તમારે કાળજી રાખવી જોઈએ કે ડૉક્ટર તમારા મોં માથો લાળની તપાસ કરે, જો તમે બોટોમ હોવ અને ગુદા મૈથુન કરતા હોવ તો, તમારે કાળજી રાખવી જોઈએ કે ડૉક્ટર તમારા ગુદામાથી પણ તપાસ માટે નમૂના લે.
ખાસ કરીને જો તમે એચ.આઈ.વી. સંક્મિત હોવ તો હેપેટાઇટિસ સી તેમજ ઓછામાં ઓછા એક વાર હીપેટાઇટિસ બી ની તપાસ કરાવવી જરૂરી છે
વધુ માહિતી માટે Greater Than AIDSનો એક મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)