વ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા હોય છે જ્યારે એચ.આઈ.વી. સંક્મિત વ્યક્તિ ડૉક્ટરે બતાવેલી દવા રાબેતા મુજબ લેતા રહે, લોહીની તપાસ પણ તેમના લોહીના નમૂનામાં એચ.આઈ.વી.ના વિષાણુઓ શોધી શકતા નથી.
વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે જ્યારે વ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા હોય છે તયારે તે સંપૂર્ણ તંદુરસ્ત હોય છે એટલુ જ નહિ પણ તેઓ બીજી વ્યક્તિને એચ.આઈ.વી. નો ચેપ પણ લગાવી સકતા નથી.
વ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલા રહેસે જયાં સુધી વ્યક્તિ ડૉક્ટરે બતાવેલી દવા રાબેતા મુજબ લેતા રહે.
જો વ્યક્તિ એચ.આઈ.વી. ના છુપાયેલા વિષાણુ ધરાવતો હોય તો એનો અથઁ એ નથી કે વ્યક્તિ એચ.આઈ.વી. મુક્ત છે પરંતુ તે એચ.આઈ.વી. નું અસરકારક નિવારણ વિકલ્પ છે.
એચ.આઈ.વી. સંક્મિત કેટલાક લોકો છુપાયેલા વિષાણુ ધરાવતા નથી. તેઓ એચ.આઈ.વી. ના રોકથામ વિકલ્પો, જેમ કે કોન્ડોમ અને PrEP નો ઉપયોગ કરોને સુરક્ષિત જાતિય સંબંધ બાંધિ શકે છે.
વધારે માહિતી માટે TheBody અથવા www.UequalsU.org ની મુલાકાત લો (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)