ચુંબન, પરસ્પર હસ્તમૈથુન, અને સાથે સુવાથી એચ.આઇ.વી. નો ચેપ લાગવાનુ કોઈ જોખમ નથી. મુખ મૈથુન, ગુદાદ્વાર ચાટવાથી અથવા કોન્ડોમ સાથે ગુદા મૈથુન કરવાથી એચ.આઇ.વી. થવાનુ જોખમ ખૂબ જ ઓછું રહે છે. કોન્ડોમ વિના ગુદા મૈથુન કરવાથી સક્રિય સાથી (ટોપ) ને એચ.આઇ.વી. થવાનુ મધ્યમ જોખમ રહે છે, જયારે નિષ્ક્રિય સાથી (બોટોમ) ને એચ.આઇ.વી થવાની શક્યતા ઘણો વધારે હોય છે..
આ ફક્ત એચ.આઇ.વી. માટે લાગુ પડે છે, અન્ય ગુપ્તરોગો જેમ કે સિફિલિસ, ગોનોરિયા, ક્લેમીડીયા અથવા હીપેટાઇટિસ માટે લાગુ પડતુ નથી.