એચ.આઇ.વી. નુ પુરુ નામ હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ છે. એચ.આઈ.વી. તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, અને તમારા શરીરને તંદુરસ્ત રહેવાનુ વધુ મુશ્કેલ બનાવે છે. જ્યારે એચ.આઈ.વી. ની પ્રગતિ થાય છે ત્યારે તે એક્વાર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ (એડ્સ) તરફ દોરી શકે છે.
સદનસીબે, તમારી રોગપ્રતિકારક તંત્રને મજબૂત રાખવા માટે અસરકારક સારવાર ઉપલબ્ધ છે. દવાઓ વહેલી તકે ચાલુ કરવાથી અને નિયમિતરુપે લેવાથી એચ.આઈ.વી. ને કાબુમા રાખી શકાય છે. આ દિશામા ઘણી પ્રગતિ કરવામાં આવી છે અને પ્રયત્ન સતત ચાલુ છે. આજે એચ.આઈ.વી. સંક્મિત વ્યક્તિ, એચ.આઈ.વી. વિના લોકો જેટલુ લાંબુ જીવી શકે છે, જો તેઓ શરુઆતથી નિયમિતરુપે દવાઓ લેવાનુ ચાલુ કરી દે.
વધુ માહિતી માટે Greater Than AIDSનો એક મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)