CDC (USAની આરોગ્ય સંસ્થા)ની ભલામણ મુજબ, ગે (સમલૈગીંક) અને બાયસેક્સ્યુઅલ (ઉભયલિંગી) પુરુષો, જે એકથી વધારે વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખતા હોય, તેમણે દર 3 થી ૬ મહિને એચ.આઈ.વી. / ગુપ્તરોગની તપાસ કરાવવી જોઈએ. તમારા જાતીય ભાગીદારોની સંખ્યા અને તમે કયા પ્રકારનું સેક્સ કરી રહ્યાં છો તેના આધારે, તમારે દર 3 મહિને એચ.આઈ.વી. / ગુપ્તરોગની તપાસ કરાવવી જોઈએ.
સંપૂર્ણ તપાસ મેળવવા માટે, એ ભલામણપાત્ર છે કે શરીરનો દરેક ભાગ જે તમે સેક્સમાં ઉપયોગ કરી રહ્યાં છો તેની તપાસ થાય. જો તમે મુખ મૈથુન કરતા હોવ તો, મોં માથો લાળની તપાસ કરાવો. જો તમે બોટોમ હોવ અને ગુદા મૈથુન કરતા હોવ તો, તમારે કાળજી રાખવી જોઈએ કે ડૉક્ટર તમારા ગુદામાથી પણ તપાસ માટે નમૂના લે. જનનાંગની તપાસ માટે પેશાબના નમુના લેવામા આવે છે.
વધુ માહિતી માટે Greater Than AIDSનો એક મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)