આ પ્રશ્નનો જવાબ જટિલ છે. કેટલાક લોકો માટે, ડૉકટરને તેમના જાતીય અભિગમની જાણ કરવી સલામત નથી, ખાસ કરીને એવા દેશોમાં જ્યાં સમલૈંગિકતા ગેરકાયદેસર છે અથવા ડૉકટર અને દર્દી વચ્ચે ગોપનીયતાની કાયદા દ્વારા ખાતરી અપાતી નથી.
જો આપણે આપણા ડૉકટર પર વિશ્વાસ મુકી શકીએ, તો તે આપણને વધુ સારી સારવાર આપી સકે. આપણી જાતિય ઓળખ, જાતીય અભિમુખતા અને જાતિય સંબંધો વિશેની સંપૂર્ણ માહિતી ડૉકટરને આપણને તંદુરસ્ત રાખવા માટેની જરૂરી તપાસ કરવા દેશે.
યાદ રાખો કે ડૉક્ટરની ઓફિસમાં તમારો અનુભવ માત્ર સલામત નહિ પણ શરમથી મુક્ત હોવો જોઇએ.. જો કોઈ ડૉકટર તમને જણાવવા માટે પ્રયત્ન કરે કે તમારી જાતિય ઓળખ, જાતીય અભિમુખતાઅથવા જાતિય સંબંધો ખોટા છે તો તેમને નમ્રતાપૂર્વક જણાવો કે તમે તમારી મુલાકાત દરમિયાન માત્ર દવા વિશે વાત કરવા માગો છો.
વધુ માહિતી માટે Greater Than AIDSનો એક મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)